ડાયેટ મહેસાણા
ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગના નેજા હેઠળ ગુજરાત શૈક્ષિણક સંશોધન અને તાલીમ પરિષદ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાર્યરત સંસ્થા છે.જે  જીસીઇઆરટીના નામે ઓળખાય છે. તેના હાથ નીચે રાજ્યના જુદા જુદા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની રચના કરવામાં આવેલ છે. જેને ટૂંકમાં ડાયેટ કહે છે. મહેસાણા જિલ્લાના વિભાજન પૂર્વે મહેસાણા જિલ્લાનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઐતિહાસિક નગર પાટણમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવથી ૪ ફેબ્રુઆરી, ૧૯૯૪ થી સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર, પાટણને અપગ્રેડ કરી શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ મહેસાણા અને પાટણ જિલ્લાનું વિભાજન થતાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંકઃજશભ/૧ર૦૧/ર૪ર૧/ન થી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મહેસાણા  માટે મંજૂરી મળતાં કુકસ ગામે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને કાર્યરત કરવામાં આવેલ છે.આમ,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,કુકસ મહેસાણાની  જિલ્લા કક્ષાની શૈક્ષણિક સંસ્‍થા છે.
ડાયેટ મહેસાણા મહેસાણા શહેરથી આશરે પ કિમી. દૂર કુકસ ગામ ખાતે આવેલ છે.